ગુજરાતી પુસ્તકો (Gujarati Books)



      
જીવન સંદેશ (Jivan Sandesh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આમુખ:- સંતબાલ, સંપાદક :- શ્રી નંદુભાઈ શાહ, આવૃત્તિ:- આઠમી , પૃષ્ઠ:- 356,...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આમુખ:- સંતબાલ, સંપાદક :- શ્રી નંદુભાઈ શાહ, આવૃત્તિ:- આઠમી , પૃષ્ઠ:- 356, કિંમત:- ₹ 25/- પૂજ્ય શ્રીમોટાનું ‘જીવનસંદેશ’ પુસ્તક તેઓશ્રીની અનુભવદશાની ગૂઢતાને સૂચિત કરતા સંખ્યાબંધ લેખોવાળું પુસ્તક છે. આ ઉપરાંત, આ જ લેખો (જે પત્રોરૂપે છે.) જીવનની વિકાસ અવસ્થાઓને સમજવા માટે ઉપયોગી પણ છે. Publication Year:- 1948 Read less

Oct 17, 2020
જીવન પ્રવેશ (Jivan Pravesh)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:- 292, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ સંસારી જીવોની સાથે સાધના વડે જ જીવનવિકાસ થઈ શકે, એવી સ્પષ્ટ સમજ આપતો ઘણો પત્રવહેવાર કર્યો છે, જે ઘણે ભાગે તો લોકોના સામાજિક પ્રશ્નોના ઉત્તરરૂપે જ છે. સંસારી જીવો પોતાના રોજિંદા જીવનમાં ઉદ્‌ભવતા પ્રસંગો અંગે પોતે કેમ વર્તવું એવી મૂંઝવણ ખુલ્લી કરતાં, તેનો વિસ્તૃત જવાબ પૂજ્યશ્રીએ વાળ્યો છે.સામાજિક જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતાં જીવનવિકાસના માર્ગે પ્રગતિ કરવાની આંતરિક મહેચ્છા ધરાવતા જીવોને આ પુસ્તક ઘણું ઘણું ઉપયોગી છે. Publication Year:- 1953 Read less

Oct 17, 2020
જીવન પ્રવાહ (Jivan Pravah)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રામજીભાઈ જીવરાજભાઈ પટેલ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 244, કિં...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રામજીભાઈ જીવરાજભાઈ પટેલ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 244, કિંમત:- ₹20/- આ ‘જીવનપ્રવાહ’માં જે ગીતો છે, તે ગઝલના ઢાળમાં છે. ગઝલ એ દિલની ઊર્મિઓને વ્યક્ત કરવાનું એક સારું સાધન છે.ઊર્મિ, લાગણી, ભાવ, પ્રેમ એવાં બધાંને વ્યક્ત થવાને માટે ગઝલનો ઢાળ બહુ સરળતાભર્યો છે. Publication Year:- 1975 Read less

Oct 17, 2020
જીવન પ્રભાત (Jivan Prabhat)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમાકાંત પ્રહ્‌લાદજી જોશી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 244, ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમાકાંત પ્રહ્‌લાદજી જોશી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 244, કિંમત:- ₹15/- આ ‘જીવનપ્રભાત’ પુસ્તકમાં પૂજ્ય શ્રીમોટાએ કરેલ સાધનાનાં ગીતો, ભજનો આપવામાં આવ્યાં છે, તેને જુદા જુદા વિષયવાર વિભાજિત કરીને ખંડવાર આયોજિત એટલા માટે કરેલાં છે કે શ્રેયાર્થીને તે વાંચવા-સમજવામાં સરળતા થાય. Publication Year:- 1975 Read less

Oct 17, 2020
જીવન દર્શન (Jivan Darshan)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- દસમી, પૃષ્ઠ:- 508, કિંમત:- ₹25/- ‘જીવન દર્શન’માં જે જે પ્રસંગો વિશે લખાયું છે, તે બધા પ્રસંગો મોટાના જીવનના છે. ‘જીવન દર્શન’ વાંચતાં, વાચકને પોતાને તેમાંથી રસ જાગે છે અને એકધારું તે પૂરું કરીને જ ઝંપે છે. Publication Year:- 1959 Read less

Oct 17, 2020
જીવન અનુભવ ગીત (Jivan Anubhav Geet)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 500, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ શ્રીપરમાત્મા...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 500, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ શ્રીપરમાત્માની પ્રાપ્તિ અર્થે જીવનમાં જે સાધના કરી છે, તેના ઇતિહાસની એક કડી એટલે જીવનઅનુભવગીત. શ્રીભગવાનના જ શરણે અને સહારે સહારે પૂજ્યશ્રી જીવનમાં કેટકેટલું પામી ગયા, પણ વહેવારમાં તે કેવી રીતે કરી શક્યા તેનો ઉલ્લેખ તેઓશ્રીએ અત્રે સરળભાષામાં રજૂ કર્યો છે. પૂજ્યશ્રીની લેખનશૈલી એકદમ સરળ અને સૌ કોઈ સમજી શકે એવી છે. Publication Year:- 1971 Read less

Oct 17, 2020
જીવનપગથી (Jivan Pagthi)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:- 316, કિંમત:- ₹25/- સાબરમતી આશ્રમના નિવાસના સમય દરમિયાન શ્રી હેમંતભાઈ ગુણાભાઈ નીલકંઠ (હેમંતદાદા) અને શ્રી નંદુભાઈ (પૂજ્ય ભાઈશ્રી) પૂજ્ય શ્રીમોટાના સહવાસી હતા. તેઓને નિમિત્ત બનાવી જે પત્રસાહિત્યનું શ્રીમોટા દ્વારા જે સર્જન થયું તેનું પુસ્તક સ્વરૂપે પ્રકાશન થયું. સામાન્ય માણસ સમજી શકે એવી સરળ ભાષામાં સાધનાની-જીવનવિકાસની વિગતોવાળાં પ્રકાશનોમાં ‘જીવન પગથી’નો સમાવેશ થાય છે. પત્રો સ્વરૂપે લખાયેલ આ સાહિત્યમાંથી અનેક સ્વજનોને જીવનપંથે પ્રકાશ પ્રાપ્ત થયો છે. Publication Year:- 1951 Read less

Oct 14, 2020
જીવનપગરણ (Jivan Pagaran)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 221, કિંમત:- ₹20/- આ લખાણમાંના કાગળો છેક તદ્દન માંડમાંડ પગલાં માંડવાનું શીખનારને લખાયેલા છે. તેથી, તેમાં તે વિશેની યોગ્યતાનો, સંપૂર્ણતાનો અને પૂરેપૂરી સમગ્રતાનો ઉઠાવ ના હોય અને તે અંગેની પૂરેપૂરી હકીકતો ના હોય તે સમજાય તેવું છે. Publication Year:- 1951 Read less

Oct 13, 2020
જીવનમંડાણ (Jivan Mandaan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:- 252, કિંમત:- ₹30/- પૂજ્ય શ્રીમોટાએ એક સાધક બહેનને જે જે પત્રો લખ્યા, તે આ ‘જીવન મંડાણ’ પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા. જીવનના દરેક પાસાને પૂજ્યશ્રીએ આ પત્રોમાં ખૂબ જ સરળ ભાષામાં છતા કર્યા છે, સમજાવ્યા છે. બહેનોનું જીવન હંમેશાં વિટંબણાઓથી ભરપૂર અને કસોટીમય હોય છે. જીવનના ન સમજાતા પ્રશ્નોનું સમાધાન પૂજ્ય શ્રીમોટાએ પોતાની પ્રેમાળ અને લાગણીશીલ શૈલીમાં સંબોધન સ્વરૂપે કર્યું છે. Publication Year:- 1952 Read less

Oct 13, 2020
જીવનકથની (Jivan Kathni)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી ઈંદ્રવદન શૅરદલાલ, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 252, કિંમત:- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી ઈંદ્રવદન શૅરદલાલ, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 252, કિંમત:- ₹30/- ‘જીવનકથની’માં પૂજ્ય શ્રીમોટાએ પોતાના સાધના જીવનના ન્યારા ઇતિહાસના અક્ષરો પાડ્યા છે. વળી, એમના जीवन तीर्थની અનોખી મસ્તીને વ્યક્ત કરતી રચનાઓ પણ આ સંગ્રહમાં છે. Publication Year:- 1973 Read less

Oct 13, 2020
જીવનઘડતર (Jivan Ghadatar)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી દિલીપભાઈ હસમુખભાઈ મહેતા (હરિ), આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી દિલીપભાઈ હસમુખભાઈ મહેતા (હરિ), આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-356, કિંમત:- ₹ 30/- આ ‘જીવનઘડતર’ પુસ્તક પૂજ્ય શ્રીમોટા, નાના હતા ત્યારે કેવા હતા અને શું શું કરીને તેઓ ‘મોટા’ બન્યા, તેની યોગ્ય હકીકત વાચકને પૂરી પાડે છે. દરેક માણસ ગુણઅવગુણથી ભરેલો છે, પરંતુ જે અવગુણનો ત્યાગ કરીને ગુણને વધારવાનો પ્રયત્ન કરે તે ગુણવિકાસને પંથે પળે. જેઓ મર્મી હશે એમને ‘જીવનઘડતર’નાં ભજનો વાંચીને અવગુણરહિત થઈને ગુણવિકાસનો ભાવ કેમ સધાય તેનું નિર્દેશન પણ મળી રહેશે. Publication Year:- 1974 Read less

Oct 13, 2020
જિજ્ઞાસા (Jignasa)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:-284, કિંમત:- ₹ 25/- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:-284, કિંમત:- ₹ 25/- આધ્યાત્મિક પંથે પળનારને, વળનારને અથવા તો જેઓ તેમાં વળી ચૂક્યા છે તેવા શ્રેયાર્થીને, આ જિજ્ઞાસાનાં લખાણમાંથી પોતાના જીવનની વાસ્તવિકતાનું સાચું દર્શન મળી શકશે.શ્રેયાર્થીને આ 'જિજ્ઞાસા' વાંચતાં પોતાને પોતાની સ્થિતિનું યથાવત્‌ ભાન જાગ્યા વિના નહિ રહે.જિજ્ઞાસાનું પણ વિજ્ઞાનપૂર્વકનું એક શાસ્ત્ર છે.જિજ્ઞાસા પરત્વેનું ગુજરાતી ભાષામાં એના સર્વ પાસાંને લગતું એવું ખાસ કોઈ લખાણ જ નથી. એ પથિકોનું એ પંથે પ્રથમ પગલું જ જિજ્ઞાસા વડે કરીને મંડાય છે. Publication Year:- 1970 Read less

Oct 13, 2020