સાધનામર્મ
- મુખથી કે મનમાં જાગૃતપણે જપ, સાથે સાથે હૃદયપ્રદેશે ધ્યાન તથા ચેતનાના ચિંતન સહ ભાવાત્મક ભાવનું રટણ.
- પ્રત્યેક પળે સતત સમર્પણ, સારું તેમજ નરસું – બંનેનું.
- સાક્ષીભાવ, જાગૃતિ, વિચારોની સાંકળ ન જોડો.
- બને તેટલું વધુ વાચિક અને માનસિક મૌન રાખો, કેળવો અને ખુબખુબ શરણભાવ જીવનમાં ચેતનાપૂર્વકની જાગૃતિથી કેળવ્યા કરો.
- આગ્રહો – પ્રભુચિંતન સિવાયના સર્વ આગ્રહો છોડો, નમ્રતા કેળવો, શૂન્ય થવાનું ધ્યેય રાખો.
- ખુબ ભાવપૂર્વક હૃદયસ્થ રહીને આર્દ્ર અને આર્તભાવથી પ્રાર્થના કરો, ભગવાનને સર્વ સુખદુઃખ જણાવતા રહો, તેની સાથે આત્મનિવેદન દ્વારા અંગત ખૂબ ગાઢો સંબંધ બાંધો, મનમાં કશુંયે ઘોળાવા ન દો. ખાલી રહો.
- આવી પડતાં કામો પ્રભુનાં સમજો, જરાયે કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો. પ્રત્યેક પ્રસંગ-બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થે થવી ઘટે. પ્રત્યેક પ્રસંગ પાછળ પ્રભુનો ગૂઢ, શુભ સંકેત રહેલો છે.
- આત્મલક્ષી-અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંડોવવા દો નહિ.
- પર (પારકાંની) સેવા પ્રભુની સેવા સમજો, સેવા લેનાર, સેવા દેનાર ઉપર, સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે. રામે આપ્યું છે અને રામને દઈએ છીએ, ત્યાં ‘મારું મારું’ ક્યાં રહ્યું? તારું આ જગતમાં છે શું?
- પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વાતચીત, વ્યવહાર આપણા ધ્યેયને વેગ આપે એવા ખાસ હેતુસર, હેતુનું લક્ષ જીવતું રાખીને કરવાં. વાંચતી-લખતી વખતે અને પ્રત્યેક કર્મ કરતી પળે ભાવની સ્મરણ ધારણાનો અભ્યાસ કેળવ્યા કરો.
- વૃત્તિનું મૂળ શોધો, તેનું પૃથક્કરણ કરો. તેમાં ભેલવાયા વિના તેને તટસ્થતાપૂર્વક અને સ્વસ્થતાપૂર્વક નિહાળો.
- પ્રભુની પ્રત્યેક કળા, સૌંદર્ય, રમ્યતા, વિશુદ્ધતા આદિ પ્રસાદીઓમાં રહેલા ભાવનું, તેને તેને અનુરૂપ ભાવનું, આપણામાં ત્યારે અવતરણ થવા પ્રાર્થના કરવી.
- ઊર્મિ, આવેશ અને લાગણીને એમ ને એમ વહી જવા ન દો, તેમ જ તેમાં ભેળવાઈ પણ ન જાઓ. તેનો સાધનામાં ઉપયોગ કરો, તાટસ્થ્ય કેળવો.
- જામતી વખતે અને પાણી પીતી વખતે જીવનમાં ચેતનશક્તિના અવતરણ-ભાવની પ્રાર્થના કરવી, શૌચ, પેસાબ આદિ ક્રિયાઓ સમયે વિકારો, નબળાઈઓ ઈત્યાદિના વિસર્જનભાવની પ્રાર્થના કરવી.
- સ્થૂળનો ખ્યાલ ત્યજીને સૂક્ષ્મતત્વને નજર સામે રાખો. વૃત્તિની શુદ્ધિ કરો, ભાવની વૃદ્ધિ કરો.
- પ્રભુ સચરાચર છે. आत्मवत् सर्वभूतेषुની ભાવના કેળવો.
- પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુની ઊજળી બાજુ જુઓ. કોઈનાય કાજી ન થાઓ, કશાય ઉપર ઝટ અભિપ્રાય ન આપો, વાદવિવાદ ના કરો, પોતાનો આગ્રહ ન રાખો, બીજાઓમાં શુભ હેતુઓનું આરોપણ કરો, માનસિક અને સાર્વત્રિક ઉદારતા જીવનમાં પ્રગટાવો, ખુબ પ્રેમભાવ કેળવો, પ્રકૃતિનું રૂપાંતર કરવાનું છે, તે લક્ષમાં રાખીને પ્રકૃતિવશ ન થતાં કર્મોની ઉપરવટ વર્તો. ફળની આસક્તિ છોડો. પોતાને થતા અન્યાયો-આવી પડતાં દુઃખો-આદિનું મૂળ પોતામાં જ છે એમ દઢાવો, ગુરુમાં પ્રેમભક્તિભાવ દઢતર કર્યા કરો. અભીપ્સા, ઇન્કાર અને સમર્પણનો ત્રિવેણીસંગમ ઉદ્ભવાવો, સદાય પ્રસન્નતા પ્રવર્તાવો, કૃપા અને પુરુષાર્થના યુગલને જીવનમાં ઉતારો, પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો, માં નિઃસ્પંદ કરો, રાગદ્વેષ નિર્મૂળ કરવાની જાગૃતિ રાખો, થયેલા આધ્યાત્મિક અનુભવો પ્રત્યક્ષ રોજિંદા વહેવારમાં જીવતા કરો, ક્યાંયે કશામાંથી ભાગવાનું ના હોય, યદ્દેચ્છા જે આવી મળે તે પ્રભુપ્રસાદી ગણીને તેને વધાવી લો. ક્યાંય કોઈની સરખામણી ના કરો, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ એ મનની ભ્રમણા છે, જીવનસાધના સારું સર્વ કંઈ સાનુકૂળ જ હોઈ છે, પ્રભુમય-તેના મૂક યંત્ર-થવાની જ બસ એક ઉત્તેજના હવે જીવનમાં રાખો.
- કર્મમાં, કર્મનું મહત્વ નથી, પરંતુ જીવનના ભાવનું સતત એકધારું, જીવતું ચિંતન રહ્યા કરે એ સવિશેષપણે મહત્વનું છે. તેવો જીવતો અભ્યાસ કર્મ કરતી પળે કેળવવો. – શ્રીમોટા
FUNDAMENTAL PRINCIPLES OF SPRITUAL STRUGGLE / SEEKING REALIZATION OF GOD (SADHANA MARMA)
- Continuous and conscious utterance of God’s Name with whole awareness by mouth or in mind, with frequent introspection of its continuity and sincerity, and meditation on the region of the heart.
- Surrender every moment of both good and bad, without reservation, to the Lord.
- Be ever just a witness of life, maintain self awareness always, avoid building a chain of thoughts; let there be no unwanted continuity of thoughts.
- Ever observe silence both of speech and thought, and maintain self-surrender to the Lord with whole conscious awareness.
- Give up all obstinacy, self cantered responses, self opinions, self insistences, except your insistence of God Remembrance or God Thought. Cultivate humility to the utmost. Try to remain thought free as much as possible, maintain mind’s whole silence and peace.
- From your heart’s depths pray to Him with all yearning, longing, with pain and anguish, reveal unto Him all your joys and sorrows, and by thus opening of your heart and self to Him, build close and intimate relationship with Him. Allow no thought or worry to agitate your mind. Be ever free and empty of all bothers in mind.
- Whatever work or responsibility fall to your lot, look upon them as God-send for your good and discharge your duties without grudging but with all love and willingness. All that happens in our lives is for our own good. Behind all such occurrences there is a secret purpose for our own good in Lor d’s plan or intention.
- Live within, look within, ever live self aware in your inner word. Never get involved in extraneous matters.
- Service to man consider as service to God. One who receives service from you does you favour of giving you an opportunity to serve. Lord gives us and we give back to the Lord. We are not doing any obligation to anybody. What then is truly mine in this world? All comes from the Lord and goes back to the Lord. Where is the question of labelling anything as mine?
- Whatever you do. talking, working, giving or receiving do consciously so that it gives a fillip or an impetus to our life’s major purpose of spiritual seeking. While reading or writing keep alive this motive, cultivate this practice assiduously of self awareness in all your actions.
- Seek and search for the origin of all your mental tendencies, the source of all thought. Examine them, observe them as they arise without any attachment or involvement.
- Lord’s Beauty, Art, Loveliness, Grace, Purity in any form that pleases or touches us deeply is a Blessing; whatever noble emotions or response they may evoke in us, we must pray unto Him to awaken those noble thoughts and emotions in us for our spiritual advancement.
- Do not allow any noble emotion or feeling to go a waste, nor get involved in them, but use them for your spiritual progress. Be dispassionate in such cases.
- While eating or drinking pray for descent of energy of consciousness into your being, and while easing or throwing waste matter out of your body, pray that all your weaknesses and failings fall of your body.
- Give up all conceptions of the gross (world), think only of the subtle (self), purify your mental inclinations or tendencies, have only pure and noble thoughts and feelings of love.
- The Lord resides both in the animate and inanimate. Experience oneness of spirit with all beings.
- Always see the better side of every being or thing. Never pass judgement on any being, never hastily form or give your opinion on any being or matter. Avoid discussions or arguments. Never insist on your opinions or ideas (as being right or correct), see good in others also, in their motives and actions; show generous and charitable broad-mindedness in your dealings with others. Cultivate love for all freely. You have to transform or change your nature from its very roots. Keeping that before your mind’s eye never become a slave of your nature, go above it; give up all attachment to fruits of actions. The root cause of every sorrow or injustice suffered by you, is in your own self. be certain about it. Heighten your love, faith and adoration for your chosen Guru or Master. Let there be a confluence of trinity desire for what is good (for you), renunciation of what is unwanted and self offering in you. Let there be cheerfulness and joy ever in thy heart. Ever involve the twin qualities of personal effort and Grace (of God). Keep Lord’s remembrance alive in your heart at the beginning, middle and end of every action. Keep your mind ever still and unmoved. Be ever vigilant to keep your mind free of personal likes and dislikes, love and hate, use all your spiritual experiences, awaken them, in your daily living, your relationships. There is no fleeing or running away from any situation in life, however difficult; whatever befalls thee accept it as Lord’s blessing with grace. Never compare anybody with anybody else. Favourable or unfavourable situations are figments of imagination. All situations are really favourable to the true spiritual seeker, all truly helpful. Only one silent desire have in your heart. to be a perfect instrument of God, to be ever one with Him.
- Actions in themselves have no importance or significance. Only true and intense feelings in your heart for the Lord have any value or meaning in life. Cultivate the habit of deep introspection for the Lord while performing any action.
– Shri Mota
Please read “Pujya ShriMota Vachanamrut”