સ્વાર્થ ( Swarth )

Dec 30, 2021

લેખકના બે બોલ

અમદાવાદમાં ગુલબાઈના ટેકરે શ્રી પ્રમુખલાલભાઈને ત્યાં રોટલા જમવાનું આમંત્રણ હતું . ત્યાં બધા ભાઈઓ મળ્યા હતા . ‘ જિજ્ઞાસા ’ , ‘ શ્રદ્ધા ’ , ‘ ભાવ ’ , ‘ નિમિત્ત ’ , ‘ રાગદ્વેષ ’ , ‘ કૃપા ’ ,     ‘ કર્મઉપાસના ’  ,  ‘ શ્રીસદ્દગુરુ ’ એ વિષય ઉપર જુદા જુદા સદ્ભાવીએ મને લખવાનું સૂચવ્યું . તેઓએ માત્ર લખવાનું સૂચવ્યું એટલું જ નહિ , પરંતુ તેનો પ્રકાશનખર્ચ પોતે માથે લઈ લેવાનું પ્રેમથી સ્વીકાર્યું અને તે છપાયેલાં પુસ્તકો વેચી આપવાનું પણ કબૂલ્યું . તેથી , श्रीहरि – કૃપાથી પરમાર્થમાં મદદ મળ્યાં કરી . વાતવાતમાં શ્રી પ્રમુખલાલભાઈએ મને ‘ સ્વાર્થ ’ ઉપર લખવા સૂચવ્યું અને પોતે તેનો ખર્ચ આપશે અને તે વેચી પણ આપશે એમ જણાવ્યું . આ સાંભળી એમ પ્રત્યાઘાત થયો કે ‘ સ્વાર્થ ’ વિશે શું લખવું ? એ તો ઉઘાડો જ છે , અને સ્વાર્થને તો બધાં જ ઓળખે છે . એ વિશે ઊંડું શું લખાય ? ’ વળી પાછું એમ થયું કે ‘ નાનામાં નાનું ભલેને અર્થ કે રહસ્ય વિનાનું હોય , છતાં વિશે શાસ્ત્ર કે વિજ્ઞાન જેવું લખાય ત્યારે જ ઉત્તમ .’ આવો વિચાર ઉદ્ભવ્યો અને श्रीहरि થી પ્રેરણા થઈ . એવામાં શરીરની – પેટની ભયંકર વેદના પ્રગટી અને દવાખાનામાં શરીરને દાખલ થવું પડ્યું . તે ગાળામાં ‘ સ્વાર્થ ’ અંગે માત્ર થોડુંક જ લખાયું હતું , તે પૂરું કરવામાં श्रीहरि થી દિલ લગાડવાનું થયું અને તે દવાખાનામાં જ પૂરું થયું .

‘ સ્વાર્થ ’ લખવા જેમણે મને પ્રેર્યો , તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું . ‘ સ્વાર્થ ’ વિશે આવડ્યું તેવું ગાયું છે . એમાં જે દોષ હોય તે મારો છે . જે કંઈ સારું હોય તે श्रीहरिનું છે . સજ્જનો ફોતરાં ફોતરાં ફેંકી દઈ , કુશકા કાઢી નાખી ઉત્તમ ગ્રહવા કરવા જેવું લાગે તે ગ્રહણ કરશે એવી વિનંતી – પ્રાર્થના છે .

-મોટા

સર પી.ટી. જનરલ હોસ્પિટલ ,  
બાલાજી રોડ , સુરત , તા . ૧૯-૨-૧૯૭૩

Read PDF Book Read Flipbook Buy Book
0 0 votes
Article Rating
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Books

View All