આપણે સૌ સમાજમાં જોઈ રહ્યા છીએ કે, સાક્ષાત્કારી પુરુષની હાજરીમાં એકમેકની સાથે હળી, મળી ને ગળી જઈને ગુરૂમહારાજનું કર્મ કરતાં સ્વજનો, એ મહાપુરુષના દેહવિલય પોતપોતાની સમજ મુજબ અલગ-અલગ સંસ્થાઓ બનાવીને અલગ- અલગ કાર્ય કરતાં થયાં છે. આવા અનેક દાખલાઓ આપણી સૌની નજર સમક્ષ છે. એ જ રીતે મહાપુરુષોના નામનો દુરુપયોગ કરીને સમાજને ગેરમાર્ગે દોરનારાં અને સમાજ સાથે છેતરપિંડી કરનારાઓના કિસ્સાઓથી પણ આપણે સૌ પરિચીત છીએ. આપણે સૌ પૂજ્ય શ્રીમોટાની છત્રછાયામાં એક રહીએ અને એકમાંથી અનેક નહી થઈએ, એ જ આપણાં ગુરુની સાચી સેવા છે. આ અંગેની જાગૃતિ રાખવી ખૂબ ખૂબ જરૂરી છે.
આ સંજોગોમાં આશ્રમના સુદ્રઢ ભવિષ્ય અને પૂજ્ય શ્રીમોટાના નામની પવિત્રતા જાળવવા માટે હરિ:ઓમ આશ્રમ, સુરત “પૂજ્ય શ્રીમોટા”ના નામકરણનો કોપી રાઈટ મેળવવામાં આવેલ છે.
હરિ:ૐ આશ્રમ સુરત, પૂજ્ય શ્રીમોટાના સૌ સ્વજનોને અને જાહેર જનતાને આનંદસહ જણાવે છે કે, હરિ:ૐ આશ્રમ, સુરત તરફથી “હરિ:ૐ આશ્રમ-સુરત”, “પૂજ્ય શ્રીમોટા”ના નામનો, તેમના સાહિત્યનો, પુસ્તકોનો, ફોટાઓનો તેમજ હરિ:ઓમ આશ્રમના પ્રતીક ચિન્હનો રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક કોપીરાઈટ ગુજરાતી અને અંગ્રેજીમાં મેળવવામાં આવ્યો છે.
આ રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક કોપીરાઈટ મુજબ પૂજ્ય શ્રીમોટાનું નામ – “પૂજ્ય શ્રીમોટા”, “શ્રીમોટા”, “પૂજ્ય મોટા”, “પૂજ્યશ્રી”, નામકરણ અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા વાપરી શકે નહીં. એ અંગે હરિ:ૐ આશ્રમ-સુરતની પૂર્વમંજૂરી લેવી આવશ્યક છે.
પૂજ્ય શ્રીમોટાનું સાહિત્ય, પુસ્તકો, ફોટાઓ વર્ષ ૧૯૫૬થી પ્રકાશન થતા આવે છે અને તમામ પુસ્તકોમાં હરિ:ૐ આશ્રમ, સુરત અને નડિયાદના કોપીરાઈટનો ઉલ્લેખ છે. આમ આ કોપીરાઇટથી જાહેર જનતા જાણકાર છે. જે મુજબ પૂજ્ય શ્રીમોટાનું સાહિત્ય, પુસ્તકો, ફોટાઓના પુન:પ્રકાશન કે અમુક ભાગના ઉલ્લેખ માટે પણ આશ્રમની પૂર્વમંજૂરી લેવી આવશ્યક છે.
આ સાથે રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક કોપીરાઇટના અંગ્રેજી અને ગુજરાતી સર્ટીફીકેટની કોપીઓ રજૂ કરેલ છે.
ગુજરાતી ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કોપીરાઈટ સર્ટીફીકેટ નંબર : 4205120 તા.13-06-2019થી અને અંગ્રેજી ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કોપીરાઈટ સર્ટીફીકેટ નંબર : 4542678 તા.18-02-2020થી અમલમાં છે.