Categories
Book Gujarati books

મૌનમંદિરમાં હરિસ્મરણ (Maun Mandirma Harismaran)

મૌનમંદિરમાં હરિસ્મરણ : અવતરણો

આશ્રમ બનાવવાનો આશય

મારાં કામમાં મદદ કરશો તો તમારા જીવનું કલ્યાણ થશે. આવાં સારાં કામમાં મદદ કરશો તો તમારા જીવનું કલ્યાણ થશે. એ વિશે મારાં મનમાં કોઈ શંકા નથી. મારે તમને ખોટી રીતે સમજાવવું નથી, પણ આ (આશ્રમ) નિમિત્તે બધાંને મળવાનું થાય, એમ કરતાં સંબંધ થાય અને એ નિમિત્તના તાંતણા પરથી આવજા કરી શકાય. જેમ તાપી નદી પર પુલ છે તો
આવજા કરી શકાય તેમ. એવી રીતે નિમિત્તનો પુલ થાય અને મને મદદ મળી શકે. તમે મને મદદ કરો તો જ તમે મારાં નિમિત્ત બની શકો. મારી પાસે દિલ છે અને એ ઘણું કરી શકે છે. મારી પાસે અહીં મારાં હૃદયમાં પ્રેમનું ઝરણું ફૂટેલું છે, એટલે તમે બધાં અહીં મારી પાસે આવો છો. મુશ્કેલી, આપત્તિ, વગેરેમાં આપણે જાણીએ પણ નહિ એવી રીતે મારો ભગવાન સૌને મદદ કર્યા કરે છે. મારો હેતુ પણ એ જ છે કે બધાંને દિલથી મદદ કરવી. ભગવનમાં પ્રેમ થાય અને ભક્તિમાં બધાંનું મન આકર્ષાય એ માટે આ આશ્રમ છે. તમે મને એમ ને એમ નાથે મળ્યા. તમારે ને મારે સંબંધ છે. હું ક્યાંયે સંબંધ બાંધવા ગયો નથી. પરાપૂર્વનો સંબંધ છે. એટલે જ તમે આપમેળે આવીને મળ્યા છો. આ આશ્રમ બનાવવાનો આશય તો એ જ છે કે મારા પ્રારબ્ધને કારણે મારી સાથે જે જે जीवो સંકળાયેલા હોય તેઓ મને મળે અને હું તેઓની સાથે પ્રેમ કેળવું અને તેથી એમના જીવનમાં જે કાંઈ થવાનું હોય તે થાય.

અભયવચન

જો તમારું મન ભાવથી મારામાં જોડાયેલું હશે અને તમે અનન્યભાવે મારું સ્મરણ, ચિંતન કરતાં હશો, તેમ જ તમે મારા પર જ તમારો બધો આધાર રાખશો તો હું તમારો બધો ભાર મારે માથે લઈ લઈશ. તમે બધાં ભલે જુદા હોવ પણ બધાં ભગવાનના જ હાથ છો. તેમ બધાં આશ્રમનું કામ કરો છો, તેનો બદલો તો તમને મારો ભગવાન જ આપશે. મારી સાથેના સંબંધથી આ સંસારની અથડામણોમાં હળવાશ અને તાજગી મળશે, એ રીતે નિશ્ચિંતતા રાખજો. જેમ ગજવામાં પૈસા હોય ને નિશ્ચિંતતા રહે તેમ મારી સાથે સંબંધ રાખીને નિશ્ચિંત રહેજો. આપણે ભગવાનની કૃપાથી મળ્યાં છીએ તો મારી ચાહના તમારા ખપમાં આવવાની છે. તમારા બધાંની વચ્ચે આવીને પડ્યો છું તો મારી સાથે લાગણી રાખો. તમારાં લાગણી અને મોહ તમને ખપમાં આવશે. નિમિત્તના એ પુલ ઉપરથી હું તમારામાં પ્રવેશી શકું એટલા માટે કહું છું, કારણકે મને તો જીવતોજાગતો ચેતનાત્મક વિશ્વાસ છે. આ વૈરાગી પરત્વેનો રાગ આત તો જીવનનું કલ્યાણ કરનારો છે.

मौनमंदिर में हरिस्मरण : अंश
आश्रम निर्माण का हेतु

मेरे कार्य में मदद करोगे तो आपके ‘जीव’ का कल्याण होगा । ऐसे उमदा कार्य में मदद करेंगे तो आपके ‘जीव’ का कल्याण होगा । इस विषय में मेरे मन में कोई संदेह नहीं है । में आपको गलत तरीके से समजाना नहीं चाहता, परंतु यह (आश्रम के) निमित्त से सब को मिलना हो, ऐसे अपना संबंध हो और यह निमित्त की डोर से हम एकमेक में हिलमिल सके । जैसे तापी नदी ऊपर पुलिया है और आवन-जावन कर सकते है वैसे । ऐसे निमित्त के पुलिया का सर्जन हो और मुजे मदद मिल सके । आप मुजे मदद करेंगे तब ही आप मेरे निमित्त बन पाओगे ।

मेरे पास दिल है और यह बहुत कुछ कर सकता है । मेरे पास यहाँ मेरे हृदय में प्यार का झरना बह रहा है, इस वजह से आप सब मेरे पास आते हो । मुश्किल, आपत्ति के समय में हमें पता भी नहीं चलता ऐसे मेरा भगवान सब को मदद करता है । मेरा भी मकसद सबको तए दिल से मदद करना ही है । भगवान में प्रेम हो और भक्ति में सब का मन आकर्षित हो इस के लिए यह आश्रम है ।

आप मुजे ऐसे ही नहीं मिले है । आपका और मेरा संबंध है । में कहीं पर भी संबंध जुडने नहीं गया हूँ । पूर्व जन्म का संबंध है । इसी लिए ही आप अपने आप, यहा आकर मुजे मिले है ।

यह आश्रम बनाने का हेतु सिर्फ इतना ही है की, मेरे प्रारब्धवश मेरे साथ जो जो ‘जीव’ संबंध में आए हैं वह सब मुजे मिले और में उन सब के साथ प्रेम जागृत कर पाऊ और इससे उनके जीवन में जो कोई असर होना हो और जो कुछ (जीवन- विकास) होना हो वह हो पाए ।

अभय वचन

यदि आपका मन भावपूर्वक मेरे में जुड़ा हुआ रहेगा और आप अनन्य भाव से मेरा स्मरण, चिंतन करतें रहेंगे और आप अपना संपूर्ण आधार मेरे ऊपर रखेंगे तो में आप की संपूर्ण जिम्मेदारी मेरे सिर ऊपर ले लूँगा ।

आप सब भले स्वतंत्र हो पर सब भगवान के हाथ हो । आप सब आश्रम का काम करतें हो उसका शिरपाव मेरा भगवान ही आपको देगा । मेरे साथ के संबंध से आपको संसार की आपाधापी से हलकापन और ताजगी मिलेगी । ऐसी निश्चिंतता बनाएं रखना । जैसे जेब में नगद हो और निश्चिंतता महसूस होती है ऐसे ही मेरे साथ के संबंध से निश्चिंत रहें ।

ईश्वर की कृपा से हम मिले हैं तो मेरी चाह आपको मददरूप होनेवाली है । आप सब के बिच में आया हूँ तो मेरे साथ भावना रखें । (मेरे प्रति) आपकी चाह और मोह आपको मददरूप होगी । निमित्त के पुलिया से में आप के अंदर प्रवेश कर पाऊ ईस वजह से कहता हूँ, क्योंकि मेरे अंदर तो जीवंत चेतनात्मक विश्वास है । यह वैरागी के प्रति (आपका) मोह जीवन कल्याणकारी है ।

Remembrance of God in the Temple of Silence : Excerpts
The Purpose of Ashram

Helping in my work will uplift your ‘Jiva’ (Soul). I am for sure about it that, helping such a noble cause will uplift your ‘Jiva’ (Soul). I do not want to misguide you but by the ‘Nimitta’ of ashram, we can meet. And by meeting we develop a relation and can and can mingle through the bridge of ‘Nimitta.’ The way Tapi river has a bridge and one can cross over. Such a way from the bridge of ‘Nimitta’ can be helpful. If you help me then only you can become my ‘Nimitta.’

My heart can do lot of things for you. My heart is flourished with spring of love and that is why all of you come here to me. My God helps all at the time of crisis and stress. And we even didn’t know. My only purpose is to help all by heart. Everyone loves God and gets engrossed in devotion, is the sole purpose of this ashram.

You have not met me without any purpose. We have relations. I have never initiated the relationship. The relationship exists since past several births. That is the only reason you have come to me on your own.

The sole purpose of making this ashram is to – all those who have met me by destiny, they can meet me and i love them. And with that love whatever change he/she will experience in their life, will happen.

Solemn Promise

If your mind is engrossed with Bhava into me and if you will remember, contemplate me and you will completely bank on me then i will carry all your responsibilities on my head.

Though you all are individual still all are hands of God. You all are helping the ashram; my God will bestow the grace on you. With my relationship you will feel relieved and relaxed. Rest assured. The way you feel relaxed with the money in your pocket, same way feel assured with my relationship.

We have met by the grace of God; your love for me will become helpful to you. I am in centre of all; just keep your love and affection with me. Your love and affection will be helpful to you all. I have a complete and alive faith in myself that – I can enter in your being via the bridge of the ‘Nimitta.’ You affection to this monk is benefactor to your life.

Categories
Book Gujarati books

જીવનપરાગ (Jivan Parag)

પૂજ્ય શ્રીમોટાનું કથન 

મદ્રાસના મારા એક સ્વજને એક વાર મને સૂચવ્યું કે ‘તમારાં બધાં છપાયેલાં પુસ્તકોમાંથી જે જે સૂત્રાત્મક વચનો હોય, તેને તથા તે પુસ્તકોમાંથી જુદા જુદા વિષયના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તારવીને, ટૂંકાવીને, તે બધાંનું જો એક જુદું પુસ્તક છપાવાય, તો શ્રેયાર્થીને તથા વાચકને તે તે બધું જાણવું વધુ સુલભ થઈ પડે. આ હકીકતને તો ઘણાં વર્ષો થઈ ગયાં. તે પછી ભાઈ નંદુભાઈને પોતાને જ આવું કંઈક તારવવાનો સભાન ખ્યાલ જાગ્યો ને તેઓએ મૌનએકાંત મંદિરમાં પુરાઈ જઈને, તદ્દન એકાંતવાસ સેવીને, બધાં પુસ્તકોનો અભ્યાસ કરીને આ બધું તારવ્યું છે, જેને વાચક આગળ આજે રજૂ થવાની તક સાંપડી છે. તેનું નિમિત્તકારણ તો એવા જ એક સ્વજન ભાઈ ચીમનભાઈ મહાજન છે. તેમણે લેખકનું કંઈક છપાવવા, યોગ્ય લખાણ તૈયાર હોય તો છપાવવાનું, બહુ જ દિલ કર્યાં કરેલું, ને તેવું લખાણ તો તૈયાર જ હતું. આ થઈ એની પ્રકાશન-કથા.

 લેખકને જે જે કંઈક કહેવાનું હોય છે, જે જે તેના દિલમાં હોય છે, તે બધું જ કંઈ કહેવાઈ જતું હોતું નથી. તે તો જેને જેને કહેવાનું કે લખવાનું બન્યું હોય, તેની તેની ભૂમિકા પરત્વેના લક્ષાનુસંધાનથી પ્રેરાઈને લખેલું હોવાથી તે તે વિષયની સંપૂર્ણ હકીકત તેમાં આવી જતી નથી હોતી. તેમાંય વળી આ તો બધું તારવેલું છે, એટલે તે લખાયેલાના સારરૂપે તે છે, તેથી તેમાં અધૂરપ પણ હોવાની જ.

જીવનવિકાસનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ જ્યાં સુધી એકાગ્ર ને કેંદ્રિત, જીવતાંજાગતાં, એકધારાં પ્રગટેલાં હોતાં નથી, ત્યાં સુધી  શ્રેયાર્થીની ભૂમિકા Receptive and Responsive-સ્વીકારાત્મક, સંગ્રાહક અને તેને અનુલક્ષીને તેનો હેતુલક્ષી ભાવનાથી પ્રત્યુત્તરાત્મક સામો જવાબ પ્રેમથી, હૈયાના ઉમળકાથી વાળી શકે એવી ભૂમિકા બની ગયેલી, હોઈ શકેલી, ન હોવાથી, તેનું દિલ તે તે બધું પૂરું પચાવી શકે એવું નથી હોતું. તેનો આધાર તો તેનું દિલ જીવનવિકાસના ધ્યેય પરત્વે કેટલું ને કેવું ધગધગતા તલસાટયુક્ત ને સતત ઉન્મુખી પ્રગટેલું છે તેના પર હોય છે. એવા દિલનો દિલમાં દિલથી પ્રગટેલો એવો તલસાટ એ જ સાચી રીતે તો એના જીવનને ઘડનારો સાચો ગુરુ છે, ને ત્યારે જ નિમિત્તગુરુ એને પ્રભુકૃપાથી આકાર દેવામાં પ્રેરણાત્મક સૂક્ષ્મ મદદ પ્રેરાવી શકતો હોય છે. એવો દિલનો ઉત્કટ તલસાટ, પ્રચંડ ધગશ, ઉત્સાહ, ઉમંગ, ન્યોછાવરી, સાહસ, હિંમત, ધીરજ, ત્યાગ, સમર્પણ વગેરે જીવનમાં જ્યારે એક અંગભૂત વણાઈ જઈને તેના તેવા સ્વરૂપની કાયા ઘડાયેલી હોય છે, ત્યારે જ એવો શ્રેયાર્થી વારી વારી જઈને એમાં સર્વ ભાવે ને સર્વ રીતે પોતે ફનાગીરીનો આનંદ સેવી સેવી ફલંગો પર ફલંગો કૂદી કૂદી આગેકદમ ભરતો જતો હોય છે ને એવાના દિલની ને જીવનની એવી મસ્તીમાંથી જ જીવનનું પુનર્જીવન ને નવસર્જન થતું રહેતું હોય છે.

જીવનનાં અનેક પાસાંઓમાં, ક્ષેત્રોમાં ને જીવનના જુદા જુદા સંજોગોમાં, પરિસ્થિતિમાં, જુદાં જુદાં કર્મોમાં તેવો  जीव ભલે જુદો જુદો વર્તતો લાગે, પરંતુ તેનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ તો ધ્યેય પરત્વેના હેતુથી એકધારાં પ્રેરાઈને ધ્યેયના હેતુની સફળતા પરત્વેની એના દિલની સચોટ મીટ મંડાયેલી ત્યારે રહ્યાં કરતી હોય છે, ને એમાંથી જ તે પોતાના જીવનને તારવતો તારવતો આગળ ધપ્યો જતો હોય છે. જીવનમાં અનેક પ્રકારનાં ઘમસાણ ને પ્રલયો એને પ્રગટે છે, પરંતુ તેના દિલની મસ્તીનો પારો ત્યારે પણ નીચે કદી ઊતરી શકતો નથી. એવા એવા પ્રસંગોથી તો એના દિલની ખુમારી ત્યારે વધારે  પ્રકાશી કેવી મદમસ્ત ટટ્ટારી અનુભવે છે, એની કથા તો કોઈક એવો ન્યારો વિરલ વીર જ અનુભવી શકે છે.

જીવનવિકાસનો માર્ગ તો છે જીવનની મસ્તીનો, ખુમારીનો ને જીવનને હૈયાના ઉમળકાથી સ્વાર્પણ કર્યાં જવાનો છે. જીવનવિકાસની કથા એવાં સ્વાર્પણનાં એક પછી એક પગલાં ભરાયાં જવાયામાંથી નવા નવા ભાવે ને નવા નવા રૂપે કોઈક ભવ્ય, રમ્ય, દિવ્ય કળામાં પરિણમતી જતી જ્યારે પોતે અનુભવે છે, ત્યારે જીવનની ધન્યતા, કૃતાર્થતા અનુભવતો તે શ્રેયાર્થી એવી જ્ઞાનભક્તિયુક્ત દિલની કુરબાનીઓ ને આહુતિઓ આપતાં આપતાં એના દિલનો ભાવ દરિયાનાં ભરતીનાં મોજાંઓથી પણ અનેકગણો વધુ ઊછળતો તે પોતે અનુભવે છે ને જીવન એક પરમ આનંદનો લહાવો છે, એવી એને દિલમાં દિલથી સભાનતા પ્રગટે છે. એવાને ત્યારે દિલમાં મસ્તીની, જીવનઘડતરની એકધારી સતત ભાવના પ્રગટેલી રહ્યાં કરે છે. તેવી ભાવના વડે કરીને હાર ને નિરાશાના વમળમાં તે કદી પણ ગર્ત થઈ જઈ શકતો નથી, કારણ કે દિલમાં એવી પ્રગટેલી પ્રચંડ ઉત્સાહ, તલસાટવાળી ભાવના એનામાં એવી તો એક હૈયાસૂઝ પ્રગટાવે છે કે તે તેવી તેવી વેળા તટસ્થતા ને સમતાથી એનું આકલન કરી કરી, તેને તેને પાર કરી જતો હોય છે, ને ત્યારે તે તેના વહાલા પ્રભુની પરમ મંગળમયી કૃપાનો સહારો અનુભવે છે કે જેના આધારે તે પોતાના જીવનનું સુકાન ધ્યેયના હેતુને હૃદયમાં હૃદયથી અનુલક્ષીને પ્રભુકૃપાથી દોરવ્યાં કરતો હોય છે.

જે જે સ્વજનોને આ બધું સંબોધાઈને પ્રભુકૃપાથી જે લખાયેલું છે, તે તે તેમને જીવન પરત્વે સભાન ને સજાગ રખાવ્યાં કરો એ જ  પ્રાર્થના.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                                       –– મોટા

કુરુક્ષેત્ર, રાંદેર (વાયા સુરત)

તા. ૧-૬-૧૯૬૩