Categories
Book Gujarati books

મૌનમંદિરનો મર્મ (Maun Mandir no Murm)

નિવેદન

પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધના પદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પ્રત્યે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દગત ભાઈશ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈશ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વ્યક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી, એ નોંધો અધિકૃત ગણાય . આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી , કેમ કે એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે .

એક વખત ભાઈશ્રી ધીરુભાઈ મોદીએ આ નોટબુકો પોતાના મૌનએકાંત દરમિયાન વાંચી . પરિણામે એમના જીવનમાં એમને ઘણી પ્રેરણા મળી . આથી , આ લખાણ છપાય તો ઘણા લોકોને લાભ મળે એવા હેતુથી એનું પ્રકાશન કરવાની એમના દિલમાં ભાવના જાગી . પરિણામે એમણે , મણિનગર ( અમદાવાદ ) નાં શ્રીમતી ડાહીબહેન ચીમનલાલ પટેલના સહયોગથી મૌનએકાંતની કેડીએ ’ પુસ્તક છપાવીને હરિ:ૐ આશ્રમને અર્પણ કર્યું . એ પુસ્તક ખૂબ જ લોકપ્રિય બન્યું અને ઘણાંને પ્રભુસ્મરણના માર્ગે પ્રેર્યાં . એ પુસ્તક વાંચીને મુંબઈના સુપ્રસિદ્ધ ડૉક્ટર શરદભાઈ દેસાઈને પ્રેરણા જાગી એટલે એમણે એ જ નોટબુકમાંનાં બીજાં વ્યાખ્યાનોનું પુસ્તક મૌનમંદિરનું હરિદ્વાર ‘ પ્રકાશિત કર્યું . પૂજય શ્રીમોટાનાં બીજાં ઘણાય પ્રવચનો છપાય વિનાનાં બાકી હતી .

આમ , આ શ્રેણીની હારમાળા થવા સર્જાયું હશે આ ત્રીજું પુસ્તક મૌનમંદિરનો મર્મના પ્રકાશનનો તમામ ખર્ચ શ્રીમતી ડોક્ટર સરોજબહેન જિતેન્દ્રભાઈ શાહે ( આંખના સર્જન સિવિલ હોસ્પિટલ , અમદાવાદ ) પ્રેમભાવે આપ્યો છે . તેવા તેમના ભાવ માટે અમો ઘણા ઘણા તેમના આભારી છીએ . હજુ બીજી બે પુસ્તકો આ શ્રેણીમાં થાય એટલાં પ્રવચનો અપ્રગટ અમો પાસે છે , જે હવે પછી एની કૃપાથી પ્રગટ થશે તેવી આશા છે .

અગાઉનાં બંને પુસ્તકોની જેમ જ આ ત્રીજા પુસ્તકનું સંપાદનકાર્ય ભાઈશ્રી રમેશભાઈ ભટ્ટે કર્યું છે . પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભાવની વૃદ્ધિને કાજે એ આ કાર્ય કરે છે . એવી એમની ભાવનાની અમે દિલથી કદર કરીએ છીએ .

પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક જિજ્ઞાસુઓને જરૂર પ્રેરક અને માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે . પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોના વેચાણની આવક તેઓશ્રીના આદેશ અનુસાર નાનાં ગામડાંઓમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવી આપવાનાં કાર્યમાં વપરાય છે .

તા . ૧૩ જુલાઈ , ૧૯૮૪                                                                                                                  નંદુભાઈ

સં . ૨૦૪૦ , ગુરુપૂર્ણિમા                                                                                                              મેનેજિંગ ટ્રસ્ટી હરિ: ૐ આશ્રમ , નડિયાદ – સુરત

 

Categories
Book Gujarati books

મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા (Maun Mandir ma Pranpratishtha)

નિવેદન

પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધનાપદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પરત્વે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દગત  ભાઈ શ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈ શ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી એ નોંધો અધિકૃત ગણાય. આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી . જેથી , એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે .

એ પ્રવચન નોંધોમાંથી પ્રથમ પુસ્તક મૌનએકાંતની કેડીએ ’ , દ્વિતીય પુસ્તક મૌનમંદિરનું હરિદ્વાર ’ , તૃતીય પુસ્તક મૌનમંદિરનો મર્મ ’ , ચોથું પુસ્તક મૌનમંદિરમાં પ્રભુ ’ પ્રગટ થઈ ચૂક્યાં છે . આ છેલ્લું અને પાંચમું પુસ્તક મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ’ પ્રકાશિત થઈ રહ્યું છે . આ પુસ્તકો સાથે પૂજ્ય શ્રીમોટાના આ પ્રકારનાં પ્રવચનોની પ્રકાશનશ્રેણી પૂરી થાય છે . શ્રી રમેશભાઈ ભટ્ટે ઉપરનાં બધાં પુસ્તકોનું માનાર્હ સંપાદન કરી આપ્યું છે . એમના ભાવનાભર્યાં આ કાર્યની અમે કદર કરીએ છીએ . પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભાવની વૃદ્ધિ કાજે એ આ કાર્ય કરે છે . એવી એમની ભાવનાની અમે દિલથી કદર કરીએ છીએ .

પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક જિજ્ઞાસુઓને જરૂર પ્રેરક અને માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે.

નડિયાદ,                                                                                                                                              ટ્રસ્ટીમંડળ

તા . ૧૬-૯-૧૯૮૫                                                                                                                      હરિ:ૐ આશ્રમ , નડિયાદ

Categories
Book Gujarati books

મૌનમંદિરમાં પ્રભુ (Maun Mandir ma Prabhu)

નિવેદન

પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધનાપદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પરત્વે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દગત  ભાઈ શ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈ શ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી એ નોંધો અધિકૃત ગણાય. આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી . જેથી , એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે .

એ પ્રવચન નોંધોમાંથી પ્રથમ પુસ્તક મૌનએકાંતની કેડીએ ’ , દ્વિતીય પુસ્તક મૌનમંદિરનું હરિદ્વાર ’ , તૃતીય પુસ્તક મૌનમંદિરનો મર્મ ’ , ચોથું પુસ્તક મૌનમંદિરમાં પ્રભુ ’ પ્રગટ થઈ ચૂક્યાં છે . આ છેલ્લું અને પાંચમું પુસ્તક મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ’ પ્રકાશિત થઈ રહ્યું છે . આ પુસ્તકો સાથે પૂજ્ય શ્રીમોટાના આ પ્રકારનાં પ્રવચનોની પ્રકાશનશ્રેણી પૂરી થાય છે . શ્રી રમેશભાઈ ભટ્ટે ઉપરનાં બધાં પુસ્તકોનું માનાર્હ સંપાદન કરી આપ્યું છે . એમના ભાવનાભર્યાં આ કાર્યની અમે કદર કરીએ છીએ . પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભાવની વૃદ્ધિ કાજે એ આ કાર્ય કરે છે . એવી એમની ભાવનાની અમે દિલથી કદર કરીએ છીએ .

પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક જિજ્ઞાસુઓને જરૂર પ્રેરક અને માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે.

નડિયાદ,                                                                                                                                              ટ્રસ્ટીમંડળ

તા . ૧૪-૧-૧૯૮૫                                                                                                                      હરિ:ૐ આશ્રમ , નડિયાદ

Categories
Book Gujarati books

મનને (Man-ne)

સાધનાના પ્રારંભમાં ‘મનને’ ઉદ્દેશીને પૂજ્ય શ્રીમોટાએ રચેલી પ્રાર્થના

સગાં ને સંબંધી અને સ્નેહીઓને-

જણાવ્યે, થતું દુઃખ ઓછું જણાયે,

બધાં સુખદુઃખાદિ વ્યાધિ ઉપાધિ-

પ્રભુને જણાવો , થશે દૂર આંધી .

                                  – શ્રીમોટા

‘ મનને ‘ ૧૨ મી આ , પૃ .૫૮

Categories
Book Gujarati books

કૃપાયાચના શતકમ (Krupa-Yachna Shatakam)

નિવેદન

પૂજ્ય શ્રીમોટા સાથે આગવી રીતે સંકળાયેલ સાથી સ્વ.હેમંતકુમાર નીલકંઠ કૃપામાર્ગના પ્રવાસી હતા. તેઓશ્રીના જીવનમાં પૂજ્ય શ્રીમોટાએ જે જે પ્રકારની હૂંફ અને સહાય પ્રેરી હતી, તેનો ઉલ્લેખ પૂજ્ય શ્રીમોટાના તેમ જ પૂજ્ય ભાઈશ્રી નંદુભાઈનાં પ્રકાશિત લખાણોમાંથી મળી શકે છે.

પૂજ્ય શ્રીમોટાની કૃપા યાચતા કેટલાક શ્લોકો સંસ્કૃત ભાષામાં ‘कृपायाचना शतकम्’ શ્રી નીલકંઠ દાદાએ રચેલા, પણ તેય ગુપ્તપણે. આવા શ્લોકો જ્યારે જાણકારીમાં આવ્યા ત્યારે તેમાંથી પસંદ કરાયેલ સો જેટલા શ્લોકોનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કુરંગીબહેન દેસાઈએ કર્યો હતો. તેની પ્રથમ આવૃત્તિ સને ૧૯૯૬માં શ્રી યશવંતભાઈ પટેલ, રહેવાસી મણિનગર, અમદાવાદ દ્વારા થઈ હતી.

પૂજ્ય શ્રીમોટાના સાથીદાર તરીકે શ્રી નીલકંઠ દાદાની સ્મૃતિને ચિરંજીવ રાખવાના એક નમ્ર પ્રયાસ તરીકે તેમ જ જિજ્ઞાસુ સ્વજનો તેનો આસ્વાદ માણી શકે એ ભાવનાથી પ્રથમ પ્રકાશકની ઉદાર અનુમતિથી ‘कृपायाचना शतकम्’ની આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને પૂરા સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

આશા છે કે સ્વજનો આ પ્રકાશનને આવકારશે.

પૂજ્ય શ્રીમોટાનો ૧૧૨મો જન્મદિન                                                                                                         ટ્રસ્ટીમંડળ,

ભાદરવા વદ ચોથ, સંવત ૨૦૬૫                                                                                                    હરિઃૐ આશ્રમ,સુરત

તા. ૪-૯-૨૦૦૯

Categories
Book Gujarati books

જીવનઝલક (Jivan Zalak)

લેખકના બે બોલ

(પ્રથમ આવૃત્તિ)

જીવનઅનુભવગીત છપાતું હતું, ત્યારે એક શ્રીમતી ડૉક્‌ટર બહેને વિનંતી કરી કે ‘મોટા, મને પણ રોજની એકાદ ગઝલ પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલો, તો તે બધી એકઠી થયે, તે પુસ્તકરૂપે છપાવીશ.’ શ્રીપ્રભુકૃપાથી તે નિમિત્તે મળ્યું, તેને શ્રીપ્રભુકૃપાની અણમોલ પ્રસાદી સમજું છું.

આવું યોગ્ય નિમિત્ત મળવાથી સ્મરણના સાધનને શ્રીપ્રભુકૃપાથી जीवे કેવી રીતે જીવનમાં તાણાવાણાની પેઠે વણી લીધેલું છે, તેનો ઇતિહાસ થોડો ઘણો પણ લખવાનો જે અવસર મળ્યો છે, તેને હું મારું સદ્‌ભાગ્ય ગણું છું. જીવનઅનુભવગીત, જીવનલહરિ અને જીવનઝલક એ ત્રણે પુસ્તકોમાં સ્મરણને મેં જે રીતે બહુવિધ દોહરાવ્યું છે, તે જોતાં जीवे સ્મરણ સાધનને જે ભાવે અને જે હેતુની સભાનતાથી લીધા કરેલું છે, તેનો સળંગ ઇતિહાસ તો નહિ, પરંતુ તેનો કંઈક ઇશારો તો મળી શકે તેવું છે.

શ્રીપ્રભુકૃપાથી કેવાં કેવાં નિમિત્ત મળ્યાં છે અને તે નિમિત્તોએ મને જે મદદ કરેલી છે, તેનો પણ એક સ્વતંત્ર અને નોખો ઇતિહાસ છે. એવાં અનેક સ્વજનોના અને जीवના.

(અનુષ્ટુપ)

દોષો કેવા થયેલા જે તેના તે પરિણામને-

શૂળીનું વિઘ્ન સોયેથી ટળે’, તે ભાવથી હૃદે,

મળ્યાં-નિમિત્ત-સંબંધે વર્તાતાં, હેતુથી જ તે-

ભોગવાતાં, સ્તવું, મોળું થજો દોષનું જીવને.

પ્રત્યેક કંઈક પ્રાર્થના કરી કરી શ્રીપ્રભુનાં ચરણકમળમાં પ્રેમભક્તિભાવે સમર્પણ કર્યા કરવાનો જે જ્ઞાનભાન સાથેનો જીવંત અભ્યાસ પડ્યા કરેલો છે, તેથી તેવાં તેવાં નિમિત્ત સંબંધોનાં તેવાં તેવાં સ્મરણને પણ સમર્પણભાવે શ્રીહરિનાં ચરણકમળમાં શુદ્ધ થવા સમર્પણ કરી કરી પ્રાર્થું છું કે :-

(અનુષ્ટુપ)

થવા પાત્ર પ્રભુને તે સ્વજન દિલમાં ઊંડું,

ડંખનું ભાન પ્રેરાવી જગાડો તેમને’, સ્તવું.

જે રીતે, જે ભાવે શ્રીભગવાનને મારાથી ભજવાનું થયેલું છે, તે જ મેં સ્વજનોને ગાઈ બતાવ્યું છે અને સ્વજનોને પણ પોતાને શ્રેયાર્થી થવાની ઉત્કટ ઝંખના હોય, તો તેવાએ પણ કેવું કેવું થવું જોઈશે, તે પણ શ્રીપ્રભુકૃપાથી દર્શાવવાનું થયેલું છે.

નિમિત્ત હેતુએ મળેલાં સ્વજનો મારાં આવાં લખાણને સ્વીકારી પ્રેમથી વધાવી લેશે એવી શ્રદ્ધા સેવું છું.

તે ડૉક્‌ટર બહેનનો હૃદયથી આભાર માનું છું કે મને આવી રીતે વ્યક્ત થવાની તક તેમણે પ્રેરાવી.

આ તો માત્ર જોડકણાં છે અને તે રીતે શ્રેયાર્થી એને સ્વીકારશે  એવી વિનંતી છે.

મોટા

હરિઃૐ આશ્રમ,

શેઢી નદી, નડિયાદ.

તા. ૧૯-૮-૧૯૭૧

Categories
Book Gujarati books

જીવનસોપાન (Jivan Sopan)

માનું દૃષ્ટાંત

મને કોઈ પણ जीव વિશે કશી નિરાશા હોતી નથી. આશા રહે છે, કારણ કે જે जीव હૃદયની ભાવનાથી સંબંધમાં આવ્યો હશે, તેનો સંબંધ તો ટકવાનો છે. હૃદયનો જે પ્રેમભાવ છે, તેવા પ્રેમભાવમાં આશા એકલી માત્ર હોય છે તેમ પણ નથી. હૃદયનો પ્રેમભાવ જ્યારે શિક્ષકના ક્ષેત્રમાં ઊતરે છે ત્યારે તેવા ભાવમાં પણ એને ઊતરવું જ પડે છે. મા, જેમ બાળક પરત્વે કેટલીક વાર નારાજ પણ થતી હોય છે, તેનું કારણ તેનો બાળક પરત્વેનો પ્રેમ જ હોય છે. બાળકને હઠીલું, જીદ્દી અને અણછાજતું વર્તતું જોતાં અને તે કેમે કર્યું માનતું નથી એવું વલણ એનું જોતાં માને દિલમાં એને કાજે એવું થાય છે. તે કદીક બાળક ઉપર ગુસ્સે પણ થાય છે, જોકે તે તે બધું जीव દશામાં થયા કરે છે, પણ તેમ છતાં અંતર્ગતપણે માનો બાળક ઉપરનો પ્રેમભાવ તેથી ઘટતો હોતો નથી.

‘જીવનસોપાન’, આ:-છઠ્ઠી, પૃ:- 274-75

Categories
Book Gujarati books

જીવનસ્પંદન (Jivan Spandan)

સંપાદકના બે બોલ

પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’ રચ્યા પછી, जीवनના અનુભવનાં વિવિધ પાસાંઓને સ્પર્શતી સંખ્યાબંધ રચનાઓ રચાયે જ જાય છે. જીવનસ્પંદનમાં જે રચનાઓ ગ્રંથસ્થ થઈ છે, એમાં તેઓશ્રીના જીવનનાં અનેક સ્પંદનો આસ્વાદ્ય બની શક્યાં છે.

આ પુસ્તકની એક વિશેષતા છે. એમાં તેઓશ્રીએ જીવદશાના વમળમાં’ એ મથાળાવાળા વિભાગમાં મુકાયેલી ગઝલો રચી છે, એની પાછળનો ઘણો જ ગહન ગૂઢ મર્મ રહેલો છે. તેઓશ્રીએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’ના મથાળે લખેલા લખાણમાં એ વાત સ્પષ્ટ કરી છે. પૂજ્ય શ્રીમોટાએ આ ખૂબ જ ગૂઢ અને ગહન વાતને આટલી પણ સ્પષ્ટ કરી એથી અનુભવીના નિમિત્ત’ને અને અનુભવીની ‘સકળ-વ્યાપી’ અનુભવ લીલાને સંકેતથી પણ યત્કિંચિત્‌ સમજી શકાય એવું લાગે છે ખરું.

અનુભવી પુરુષ નિમિત્તયોગે’ જે જે जीवो સાથે સંકળાય છે, એની પાછળની કાર્યકારણની સાંકળ કેવી સૂક્ષ્મ હોઈ શકે એનો ખુલાસો પ્રતીતિકર બની શક્યો છે. વળી, આવા અનુભવી પુરુષ પ્રત્યેના આકર્ષણ પાછળ પણ एवाનું જ  પૂર્વના અનંત જન્મોનું આકર્ષણબળ જ ગૂઢ રીતે કાર્ય કરતું હોય છે, એની પ્રતીતિ પણ પૂજ્યશ્રીના લખેલા ‘લેખકના બે બોલ’માંથી મળી રહે છે.

પણ આ બધી પ્રતીતિ ઉપરથી આપણે સમજવાનું એ છે કે આવા પુરુષનો સંપર્ક પામ્યા પછી આપણું જીવન અને આપણો વ્યવહાર, ગમે તેવાં વિચ્છિન્ન અને આદર્શવિરોધી ન હોવો જોઈએ,કેમ કે સર્વમાં રહેલા ચેતનતત્વ સાથે एकरूप થયેલો હોવાથી, અનુભવી,નિમિત્તે મળેલાં સ્વજનોની પ્રકૃતિ સાથે ખેલતો હોય છે. આથી, ષ્ના ખેલને સાથ આપીને આપણી जीवકક્ષાને ઊંચે લાવવા આપણે જાગૃતિપૂર્વક, પ્રેમભક્તિથી તેમ જ જીવનવિકાસના હેતુના જ્ઞાન સાથે મથવું જ રહ્યું. તો જ આવા અનુભવી સાથે મળ્યાની સાર્થકતા સિદ્ધ થઈ શકે.

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના પ્રકાશન સાથે મારું નામ મુકાવીને મને જે માન આપ્યું છે, એ માટે મારી કશી જ યોગ્યતા નથી. એમના પરિચય અને સંપર્કથી જે જે સમજ ઊગે છે, એ જીવનના વ્યવહારમાં ઊતરે નહિ ત્યાં લગી કશી રીતે પણ હું યોગ્ય ન લેખાઉં.

પૂજ્ય શ્રીમોટા આ પુસ્તકમાં ‘સ્વજનને’ સંબોધીને જે જે કહે છે, એ યથાર્થતામાં જીવવા માટે મથવાની શક્તિ, બળ આપે એવી પ્રાર્થના કરી વિરમું છું.

૩૨, પંચવટી, મણિનગર,                                                                                                                             અરુણા રમેશભાઈ ભટ્ટ                                                                               અમદાવાદ-૬

Categories
Book Gujarati books

જીવનસ્મરણ (Jivan Smaran)

                              સ્મરણ નાનકડી મૂડીથી

સ્મરણ  નાનકડી મૂડીથી જીવન  વેપાર માંડ્યો   છે,

કદીક ત્યાં ખોટ ખાધી છે, કદીક તો લાભ લાગ્યો છે.

 

કરી છે ચડઊતર કેવી  મજલને   કાપતાં    જીવને !

કદીક  પછડાટ  ખાતામાં  સ્મરંતાં,આવિયો  મદદે.

 

જગત  રખડ્યા  કરેલો છું,   તને શો  સાવ  ભૂલીને !

ન તુજ દરકાર  રાખી છે, તને  તોયે ન  છોડ્યો   છે.

 

રહમ  તારી પ્રભુ મુજ પર સતત કેવી જ   વર્ષી છે !

સ્મરણ જહેમતની શી મુજને હૃદય તેં ભેટ દીધી છે !

‘જીવનસ્મરણ’,આ-બીજી,પૃ-૪

Categories
Book Gujarati books

જીવનરસાયણ (Jivan Rasayan)

સંપાદકના બે બોલ

 છેલ્લાં બે એક વર્ષથી પૂજ્ય શ્રીમોટા તેમની અનુભવદશાનાં ભજનો વિવિધ પ્રકારે લખતા રહ્યા છે. અને તેનું પુસ્તક પ્રસિદ્ધિનું કાર્ય તેમનાં સ્વજનો ઉપાડી લે છે. અમે પણ પૂજ્ય શ્રીમોટાને તેમનાં ભજનોના એક પુસ્તકની પ્રસિદ્ધિનું કામ સોંપવા માગણી કરી અને તેની ફળશ્રુતિ તે આ જીવનરસાયણ.

પૂજ્ય શ્રીમોટાનાં આ ‘જીવનરસાયણમાં છપાયેલાં ભજનોનું આચમન સૌ કોઈ કરી શકે છે.-જેમ સરિતાના જળનું આચમન સૌ કોઈ કરી શકે છે. એને કોઈ ભેદ હોતો નથી. પંખી, પશુ, પ્રાણી, જીવજંતુ, માણસ સૌ કોઈ તેનાં પાણી પીવે છે. સરિતા તો માત્ર આપવાનો આનંદ-લહાવો જ માણે છે.

તે પ્રમાણે આપણા સંતભક્તોને પણ કશાના ભેદ હોતા નથી. તેમની પાસે પુણ્યશાળી કે પાપી, સારા કે ખરાબ, ઊંચ કે નીચ, ધનવાન કે ગરીબ, અભણ કે વિદ્વાન, શહેરી કે ગામડિયો, સ્ત્રીઓ, પુરુષો કે બાળકો સૌ કોઈ જઈ શકે છે, અને તેઓ જગતના શીતળ છાંયડે તેમને વિસામો આપે છે. સરિતાની જેમ તેઓ તો માત્ર આપવાનો આનંદ-લહાવો જ માણતા હોય છે.

જીવનમાં આનંદ તો સૌને જોઈએ છે, પરંતુ એ આનંદ મેળવવા માટે આપણે કેટલો પુરુષાર્થ કરીએ છીએ ? આનંદ મેળવવો હોય કે કંઈ કશાની પ્રાપ્તિ કરવી હોય, તો કેટલો અને કેવો પુરુષાર્થ કરવો પડે છે, તેનું દર્શન આ પુસ્તકોનાં ભજનો વાંચતાં વાચકને થશે.

ગુણોનાં નામ આપણે જાણીએ છીએ ખરાં, પરંતુ તે મેળવવા માટે આપણે શું કરીએ છીએ ? જીવનમાં  गुणप्राप्ति અને એ દ્વારા साधनाविकासને પંથે પળવા ઇચ્છતાં ભાઈબહેનો માટે આ પુસ્તક એક ભોમિયાની ગરજ સારશે. વાચકો વાંચે અને તેનો અનુભવ કરે એ જ વિનંતી.

પૂજ્ય શ્રીમોટાના આ પુસ્તકમાંથી જીવનવિકાસના મુમુક્ષુઓને સામગ્રી મળે છે. શું કરીએ તો જીવન પલ્લવિત થાય અને નવજીવનને પામે, તેનો સાર જેઓ શોધશે, તેને આ પુસ્તકમાંથી જરૂર મળી રહેશે.

આધ્યાત્મિક માર્ગનું શિખર સર કરવા માટે કેટકેટલાં પગથિયાં ચડવાં પડે છે ! અને ક્યાં ક્યાં સીધાં, આકરાં અને દુર્ગમ ચઢાણ આવે છે, તે આ પુસ્તકનાં ભજનો વાંચતાં સહેજે સમજાશે, અને માર્ગ કેવો ગહન છે, તેનો પણ સૌને ખ્યાલ આવશે.

દરેક વિષયને તેની ક્રિયા પ્રક્રિયાઓમાંથી પાર પડાય તો જ તેના વિજયને પમાય છે. તેવું જ  આધ્યાત્મિક માર્ગને વિશે પણ છે.

પૂજ્ય શ્રીમોટાએ તેમની જીવનસાધનામાં કેટકેટલાં કષ્ટો સહન કર્યાં છે, તે આ પુસ્તકનાં ભજનો વાંચતાં વાચકોને જાણવા મળશે. અને જેઓ આધ્યાત્મિક માર્ગમાં આગેકૂચ કરવા ઇચ્છતા હશે તેમને તેમાંથી સ્પષ્ટ માર્ગદર્શન મળી રહેશે.

આ રીતે આવું ઉત્તમ પુસ્તક પ્રસિદ્ધ કરવાની પૂજ્ય શ્રીમોટાએ અમને અનુમતિ આપી, તે માટે અમે તેમના ઘણા ઘણા આભારી છીએ. પૂજ્ય શ્રીમોટા, તેમના દરેક પુસ્તકના વેચાણની રકમ સમાજ- પરમાર્થનાં કાર્યોમાં જ વાપરતા હોય છે. તે રીતે જેઓ આ પુસ્તક ખરીદીને વાંચશે તેમને જીવન ઉપયોગી સાચું વાંચન વાંચવા મળશે જ, તેની સાથે સમાજ-પરમાર્થના કાર્યોમાં મદદ કરવાનું શ્રેય મળશે તે તો વધારામાં. ગુજરાતની પ્રભુપ્રેમી જનતા આ પુસ્તકને સત્કારશે એવી આશા છે

 – જીવણલાલ ચતુરદાસ ચૌહાણ